લાઠીમાં વર્મી કમ્પોસ્ટ ડમ્પિંગ સાઇટ પર ત્રાટકેલા ચોર ઇસમો રૂપિયા ૩૬,૫૧૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે લાઠીમાં રહેતા વેપારી વિશાલભાઈ દિલીપભાઈ પરમાર (ઉ.વ.૩૧)એ જાહેર કર્યા મુજબ, તેમની લાઠી દુધાળા રોડ પર આઈટીઆઈ કોલેજની સામે આવેલી વર્મી કમ્પોસ્ટ ડમ્પિંગ સાઇટ પરથી પાઉડર કોટીંગ પતરા નંગ-૧૩ તથા ગેલેવેનાઇઝ એ-પોલની પાઇપ નંગ-૦૬ મળી કુલ કિં.રૂ.૩૬,૫૧૦ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.