લાઠીમાં લાલજીદાદાના વડલા પાસે આવેલા ગ્રાઉન્ડમાં સભા સ્થળે લાઇટ ફિટિંગ વખતે વીજ શોક લાગતાં યુવકનું મોત થયું હતું. દિવાળી પહેલા જ યુવકનાં મોતથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. બનાવ અંગે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના કેલીયા નિસવાસ ફળીયુંના રહેવાસી મનહરભાઈ સરતનભાઈ પટેલ (ઉ.વ.૩૭)એ જાહેર કર્યા મુજબ, તેમના ભત્રીજા મરણજનાર મહેન્દ્રભાઈ રતનસિંહ પટેલ તથા સાહેદ જસવંતભાઈ બન્ને સભા સ્થળમાં સ્ટેજની નીચેના ભાગે LED ફિટીંગ અંગેનું વાયરીંગ કામ કરતા હતા. મરણજનાર પાના વડે પેનલના બોલ ફિટ કરતા હતા તે વખતે પેનલની મેઈન સ્વીચ બંધ કરેલ હતી અને અચાનક મરણજનારના હાથમાં રહેલ પાનુ છટકતા મરણજનારનો જમણો હાથ પેનલની સાઈડમાં જે બાજુથી પાવર આવતો હોય તે જગ્યાએ અડી જતા વીજ કરંટ લાગતા મરણ પામ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.જે. બરવાડીયા વધુ તપાસ કરી રહ્યા છે.