લાઠીમાં રહેણાંક મકાનમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી. મહિલાના રહેણાંક મકાનેથી દેશી દારૂ બનાવવાનો વિવિધ સામાન રેઇડ દરમિયાન મળી આવ્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એ.એમ.કાછેલા વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લામાં વિવિધ જગ્યાએથી ૧૭ લિટર દેશી દારૂ, બાઇક સહિત ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દામનગર, જાફરાબાદ, જાનબાઈ દેરડી, આસોદર, લાઠી, જુની હળિયાદ, લીલીયા, વિજપડી, નાગેશ્રી, અમરેલી, દેવળીયા, સાવરકુંડલા સહિતની જગ્યાએથી ૨૨ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતાં પકડાયા હતા.