લાઠી શહેરમાં યુવાનો માટે રમતગમત ગ્રાઉન્ડ આવેલું છે. અહીં તારીખ ૨૮મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો. જેને પગલે તંત્ર દ્વારા પાર્કિંગની વ્યવસ્થા આ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં વાહનો આવ્યા હોવાને કારણે ભારે અવરજવર અહીં જોવા મળી હતી, જેથી ગ્રાઉન્ડની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે, ખાડાઓ પડી ગયા છે. ત્યારે લાઠી બાબરા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ ઇમરાન એસ.ગાગદાણી સહિત મોટી સંખ્યામાં યુવાનોએ લાઠી પ્રાંત અધિકારી સમક્ષ પહોંચી લેખિત રજૂઆતો કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ ગ્રાઉન્ડ તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો ૮ દિવસમાં રીપેરીંગ નહીં થાય તો ભરતી માટેની તૈયારીઓ કરતા યુવાનો સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.