લાઠીમાં રહેતા એક મુસ્લીમ યુવકને રસ્તામાં આંતરી બાઈક આડુ નાખી બેફામ ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા આખો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ફરિયાદી મહમદઈલિયાસ અલારખ સેતા અને અબ્દુલભાઈ મસ્જિદ જતા હોય ત્યારે આરોપી સાહિત રહીમ બ્લોચ અને મહમદ રહીમ બ્લોચ નામના ઈસમોએ બંને લોકોને રસ્તામાં આંતરી બાઈક આડુ રાખી બેફામ ગાળો આપી હતી. ફરિયાદીએ આરોપીઓને ગાળ બોલવાની ના પાડતા આરોપીઓને સારૂ લાગ્યુ નહોતું અને બંને લોકોના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. જેથી મહમદઈલિયાસે સોહિલ અને મહમદ સામે લાઠી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.








































