લાઠીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા (SIR–૨૦૨૫) મતદારયાદી વિશેષ સુધારણા અભિયાન અંગે માર્ગદર્શન આપવા માટે વિશિષ્ટ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદ ભરતભાઇ સુતરીયા તથા લાઠી–બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યશાળામાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ, લાઠી તથા બાબરા તાલુકાના કાર્યકરો, બૂથ પ્રમુખો, મંડળ અધ્યક્ષો તથા મતદારયાદી સુધારણા ટીમના સભ્યો તેમજ બી.એલ.એ – ૨ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ મતદારયાદીને વધુ પારદર્શક, સચોટ અને સર્વસમાવેશી બનાવવા માટે જાગૃતિ લાવવાનો હતો. “SIR–૨૦૨૫ (Special Intensive Revision)” અંતર્ગત નવા મતદારોની નોંધણી, ભૂલ સુધારણા, સરનામા બદલાવ અને ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાનોને મતદારયાદીમાં જોડવા માટેની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. સાંસદ ભરતભાઇ સુતરીયાએ જણાવ્યું કે, “ભારતીય જનતા પાર્ટી હંમેશાં લોકશાહી મજબૂત બનાવવા માટે કાર્યરત રહી છે.” ધારાસભ્ય તળાવીયાએ જણાવ્યું કે, “દરેક બૂથ સ્તરે કાર્યકરોને સક્રિય રીતે જોડાવું જરૂરી છે.









































