લાઠી શહેરમાં ભવાની ગાર્ડનનું નવીનીકરણ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકારની મિશન અમૃત ૨.૦ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવ્યો હતો. ગાર્ડનના નવીનીકરણ પાછળ કુલ ૧.૭પ કરોડનો ખર્ચ થયો છે. આ પ્રોજેક્ટમાં સરકાર અને લોક ભાગીદારીનો સમન્વય જોવા મળ્યો છે. ઉદ્યોગપતિ મનજી ધોળકીયાએ મહત્વપૂર્ણ અનુદાન આપ્યું છે. લોકાર્પણ સમારોહમાં વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, નગરપાલિકા પ્રમુખ દયાબેન, ઉપપ્રમુખ બાબુભાઈ, ચેરમેન પારુલબેન ડેર અને ચીફ ઓફિસર રવિ વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર રવિ વેકરીયાએ જણાવ્યું કે, આ ગાર્ડન શહેરની સુંદરતામાં વધારો કરશે. તેમણે નાગરિકોને અપીલ કરી કે તેઓ ગાર્ડનને પોતાનો સમજીને તેની જાળવણી કરે. આ ગાર્ડન શહેરની સામાજિક એકતાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.









































