પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, લાઠી દ્વારા તારીખ ૫/૪/૨૬ના રોજ સ્વ. હરિભાઈ વાવડીયાના નિવાસસ્થાને એક વિશેષ ‘સ્માર્ટ નેચરોથેરપી’ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદધાટન સેવા કેન્દ્રના ઈનચાર્જ રાજયોગીની ચંપાદીદી અને લાઠીના પ્રાંત ઓફિસર બ્રહ્મભટ્ટ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં કમર, ઘૂંટણ અને સ્નાયુઓના દુખાવાથી પીડાતા ૮૫ જેટલા દર્દીઓએ રાજકોટના ‘થેરાપ્યુડ વેલનેસ સેન્ટર’ના પ્રતિભાબેન પટેલ અને ભાવનાબેન પટેલની નિષ્ણાત સેવાઓનો લાભ લીધો હતો. નેચરોથેરપીની આ આધુનિક ટેકનિકથી દર્દીઓમાં રાહત સાથે ખુશી જોવા મળી હતી. આ સેવાની લોકપ્રિયતા જોઈને સ્થાનિકો દ્વારા આગામી ૬ દિવસ સુધી આ કેમ્પ ફરી યોજવા માંગ કરવામાં આવી છે.બ્રહ્માકુમારી સંસ્થાના સ્વયંસેવકોએ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. અંતમાં ચંપાદીદીએ નિષ્ણાત ટીમને ઈશ્વરીય ભેટ આપી તેમની નિઃસ્વાર્થ સેવાની સરાહના કરી હતી.