જિલ્લામાં આપઘાતની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. લાઠીમાં બેકારીથી કંટાળી પુરુષે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. મનોજભાઇ ગાધે (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેમના મોટાભાઈ રાજુભાઇ (ઉ.વ.૪૫) ને કોઈ કામ-ધંધો ચાલતો નહોતો. જેનાથી કંટાળી જઇને પોતાની મેળે ઇલેકટ્રીક લાઇટના સર્વિસ વાયર વડે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા.
જ્યારે અન્ય એક ઘટનામાં અમરેલીના કમીગઢ ગામે રહેતા ઠાકરશીભાઈ લક્ષ્મણભાઈ કસવાલા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, જગાભાઈ ગોવિંદભાઈ કસવાલા (ઉ.વ.૭૫) ને ખેતીકામ કરવા નવું ટ્રેકટર લેવું હતું. પણ તેમની ઉમર થઈ ગઈ હોવાથી ખેતીકામ થાય તેમ ન હોવાથી તેમના દીકરાઓ ટ્રેકટર લેવાની ના પાડતા હતા. જેથી લાગી આવતા પોતે પોતાની મેળે ઝેરી દવા પી લેતાં મરણ પામ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ બલદાણીયા વધુ તપાસ કરી રહ્યા છે.