રાજય સરકારની માર્ગદર્શિકાઓને અનુસરીને આ વર્ષે આગામી સમયમાં આવનારા દિવાળીના તહેવાર દરમિયાન લાઠી સબ ડિવિઝનમાં આવેલા લાઠી અને બાબરા તાલુકામાં હંગામી/ટેમ્પરરી, દારુખાનું/ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેઓએ લાઈસન્સ મેળવવા અરજી કરવી. હંગામી/ટેમ્પરરી, દારુખાનું/ફટાકડા રાખવા તથા વેચાણ કરવા માંગતા હોય તેમણે સુરક્ષિત મકાનમાં રક્ષિત કે ધંધાથી ૫૦ (પચાસ) મીટર દૂર સળગી ન ઉઠે તેવા સિમેન્ટનાં પતરા, ગેલ્વેનાઈઝના પતરાના ત્રણ બાજુથી બંધ હોય તેવા કામચલાઉ શેડ નકકી કરવામાં આવે તે જગ્યા પર ઉભા કરી તેમાં દારુખાનું રાખવા તથા વેચાણ કરવા માટે ફોર્મ.નં.એ.ઈ.૦૫માં અરજી કરી નમૂના નં.એલ.ઈ.૦૫માં લાઈસન્સ મેળવવું ફરજિયાત છે. આ લાઈસન્સ મેળવવા માંગતા હોય તેમણે ફોર્મ.નં.એ.ઈ.- ૦૫માં નિયત નમૂનામાં લાઠી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને તા.૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં જરુરી આધાર જોડીને ત્રણ નકલમાં અરજી કરવી. અરજી સાથે અરજી ફોર્મ.નં.એ.ઈ.૦૫માં નિયત નમૂનામાં જ કરવી. અરજીમાં સંપૂર્ણ વિગતો સુવાચ્ય અને સચોટ રીતે ભરવી. અરજી ઉપર અરજદારે, પાસપોર્ટ સાઈઝનો તાજેતરનો એક ફોટોગ્રાફ અચૂક લગાડવો. અરજી પર રુ.૩.૦૦ની કોર્ટ ફી સ્ટેમ્પ અચૂક લગાડવી.