લાઠીમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પોલીસે અરજદારનો ગુમ થયેલ રૂ.૨૦,૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન શોધીને પરત સોંપ્યો હતો. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એમ. સોનીએ સૂચના અને માર્ગદર્શન આપેલ હતું. અરજદાર જયેશભાઇ બાલુભાઇ શેખડા (રહે.ગોપાલગ્રામ તા.ધારી જી.અમરેલી)નો મોબાઇલ લાઠીથી ચાવંડ વચ્ચે પડી ગયેલ હતો. તેમણે આ બાબતે લાઠી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આથી ગુમ થયેલ મોબાઇલ ટેક્નિકલ સોર્સની મદદથી લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી મૂળ માલિકને પરત કરી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમને લાઠી પોલીસ ટીમે સાર્થક કર્યો હતો. આ કામગીરી અના હેડ.કોન્સ. મહાવિરસિંહ સિંધવ, કોન્સ. જગદીશભાઇ રામાણી, કોન્સ. કીરીટસિંહ ડોડીયા, કોન્સ. અશરફભાઇ મલેક, કોન્સ. અજયભાઇ મેર તથા કોન્સ. સાત્વિકસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.










































