લાઠી ખાતે અખાત્રીજના પાવન પ્રસંગે પરશુરામજીના પ્રાગટય દિનની ભÂક્તભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જયંતીએ ભૂદેવો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. આ પ્રસંગે બ્રહ્મસમાજના તેજસ્વી છાત્રો અને સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સેવા આપનારનું સન્માન કરવામાં આવ્યુ હતું.