અમરેલી જિલ્લાના લાઠી ખાતે રહેતા અલ્ફેજભાઈ હારુનભાઈ નુરાણી (ઉં.વ. ૩૦), તેમના પત્ની શબનમબેન અલ્ફેજભાઈ નુરાણી (ઉં.વ. ૨૬) અને તેમના ચાર વર્ષના પુત્ર અરમાનનું અજમેર શરીફ ખાતે એક હોટલમાં એસી ફાટવાની દુર્ઘટનામાં કરુણ મૃત્યુ થયું હતું. લાઠીના કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરવામાં આવી હતી. આ ગમગીન પ્રસંગે લાઠીના હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મૃતકોને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાવરકુંડલાના સાહેબ ઝાદી મુનીરબાપુ કાદરીએ પણ હાજરી આપી હતી અને ખ઼ુદા તાલા
મૃતકોને જન્નત નસીબ ફરમાવે તેવી દુઆ કરી હતી. આ દુઃખની ઘડીમાં લાઠીના રાજકીય અગ્રણી રાજુભાઈ ભુવા સહિતનાઓએ હાજર રહી પરિવારને સાંત્વના પાઠવી હતી.