લાઠી નગરપાલિકા અને વહીવટી અધિકારીઓએ દબાણ હટાવવા બાબતે દુકાનદારોને નોટીસ આપી હતી આ નોટિસનો અમલ ન થતાં નડતરરૂપ લારી-ગલ્લા અને છાપરાં હટાવવા બુલડોઝર સાથે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં ચાવડ દરવાજા પાસે આવેલ રામ ઓર શ્યામની ફરસાણ શોપનું છાપરું બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતુ. જેથી વેપારીઓએ દુકાનો બંધ કરીને એકજૂથ થઈને વિરોધ કર્યો હતો. લાઠી વેપારી મંડળના પ્રમુખ, સામાજિક કાર્યકર હનુભાઈ ભુવા અને મોબાઈલ એસોસિયેશનના પ્રમુખ સુધીરભાઈ સહિતના અગ્રણીઓએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી જે દુકાનદારોના દબાણ હશે તે સ્વેચ્છાએ જ દુર કરવામાં આવશે જેથી વહીવટીતંત્રએ હાલ પુરતુ દબાણ હટાવ ઝુંબેશ મોકૂફ રાખી હતી.