અમરેલી જિલ્લાના લાઠી શહેરની અંદર આવેલો ૫૫ વર્ષ જૂનો ટાંકો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. આ ટાંકો જર્જરીત અવસ્થામાં હતો જેને લઈને તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તોડી પાડવામાં આવ્યો છે. આ ૫૫ વર્ષ જૂનો ટાંકો જર્જરીત હાલતમાં હતો અને આ ટાંકો કોઈપણ દુર્ઘટના સર્જે તે પહેલા તંત્ર દ્વારા એને તોડી પાડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, બાજુમાં જ એક નવો ટાંકો છે જે તંત્ર દ્વારા લાઠી શહેરની જનતાને સમર્પિત કરવામાં આવ્યો છે.