અમરેલી જિલ્લામાં સામાન્ય વાતમાં માથાકૂટ કરવાની ઘટના વધી રહી છે. લાઠીમાં જુના મનદુઃખમાં યુવક પર કુટુંબીજનોએ લાકડી અને કુહાડાથી જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે રાવતભાઈ બાજુભાઈ ચારોલીયા (ઉ.વ.૩૦)એ હમીરભાઇ વિકુભાઇ ચારોલીયા, વિનુભાઇ તાજુભાઇ ચારોલીયા, તથા કાનાભાઇ તાજુભાઇ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રાવતભાઈને આરોપીઓ સાથે અગાઉ મનદુઃખ થયું હતું. બે દિવસ પહેલા તેઓ તેમના બકરા શોધવા જતા હતા ત્યારે તેમને આરોપીઓએ ગાળો આપીને કુહાડા તથા લાકડી વડે આડેધડ માર માર્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.એમ.વાઢેર વધુ તપાસ કરી રહ્યા છે.