હજુ આજે ભીમ અગિયારસનો તહેવાર છે ત્યાં લાઠીમાં જુગાર રમવાનું શરૂ થઈ ગયુ છે. અમરેલી જિલ્લામાં જુગારના દુષણને ડામવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે આમ છતાં જુગારીઓ જાહેરમાં જુગાર રમી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. જેમાં લાઠીમાં જાહેરમાં જુગાર રમતા ૬ શકુનીને પોલીસે ઝડપી પાડયા છે. લાઠી શહેરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા જાહેરમાં જુગાર રમી રહેલા મિલન ધીરૂ વાઘેલા, અજય રમેશ વાઘેલા, રોશન રૂપા વાઘેલા, અજય અમરૂ વાઘેલા, ધુડા નનુ વાઘેલા અને કનુ પોપટ વાઘેલા જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગાર સ્થળેથી રૂ. ૭૯૦૦ની રોકડ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.