ભારતના બંધારણના ઘડવૈયા ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતિ નિમિત્તે લાઠીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ પોતાના કાર્યાલય ખાતે ડા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી તેમના કાર્યોને યાદ કર્યા હતા.