લાઠી તાલુકાની આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોએ પડતર માંગણીઓ સાથે ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર જાહેર કર્યો છે. સરકારે આપેલા નવા મોબાઈલમાં એપ્લિકેશનો ન ખુલતી હોવાથી ગંભીર અડચણો ઊભી થઈ છે, છતાં તંત્ર દ્વારા કામગીરી માટે સતત દબાણ કરવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષથી ઇન્સેન્ટિવ અને ચાર મહિનાથી નાસ્તાના બિલો બાકી હોવા છતાં બહેનો પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરી બાળકોને પોષણ પૂરું પાડે છે. રાશન અને ્‌ૐઇ ના જથ્થાના અભાવે હ્લઇજી જેવી કામગીરી કરવી અશક્ય બની છે. માત્ર રૂ. ૫,૫૦૦ થી ૧૦,૦૦૦ ના અલ્પ વેતનમાં ૧૨ કલાક કામ લેવામાં આવતું હોવાથી રોષ વ્યાપ્યો છે. બહેનોએ સ્પષ્ટ કર્યું છે કે હવે પર્સનલ ફોનનો ઉપયોગ બંધ કરી માત્ર સરકારી મોબાઈલમાં કામ થશે, જેમાં ટેકનિકલ ખામીને લીધે થતા વિલંબની જવાબદારી તંત્રની રહેશે. જો પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.