લાઠીના કલાપી નગરમાં આવેલા પારસ ધામ ખાતે પરમ પૂજ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ, લાઠી દ્વારા રાહતદરે મેગા ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લાઠીના વેપારી મંડળના પ્રમુખ મેઘાભાઈ ડાંગર, નાયબ મામલતદાર મકવાણા, ચેમ્બર ઓફ કોમર્સના કમિટી મેમ્બરો, લાઠી APMC વાઇસ ચેરમેન વજુભાઈ શંકર, લાઠી મોબાઈલ એસોસિએશનના પ્રમુખ સુધીરભાઈ રાણપુરા સમ્રાટવાળા, અને અર્હમ ગ્રુપના સેવાભાવી સભ્યો હર્ષદભાઈ વોરા, લાલભાઈ ચાડ, બાલાભાઈ મકવાણા, પ્રકાશભાઈ ભુવા, નીતિનભાઈ પાડા, બુધાભાઈ પાડા, અને બટુકભાઈ ડેર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.








































