અમરેલી જિલ્લામાં ગઇકાલે અનરાધાર વરસાદ વરસ્યો છે. લાઠી શહેર અને લાઠીના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે લાઠી અને આસપાસનો વિસ્તાર પાણી પાણી થઇ ગયો છે. વરસાદના પગલે લાઠી પંથકની આસપાસ આવેલા નદી-નાળા છલકાયા છે.
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો બગસરા માં ૩ ઇંચ, વડીયા કુકાવાવ માં ૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. લીલીયા ગ્રામ્ય પંથકમાં ૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. લાઠીમાં અનરાધાર વરસાદને પગલે ગાગડીયા નદીમાં પૂર આવ્યુ છે.
લાઠી શહેર અને ગ્રામ્યના કેરીયા શેખ પીપરીયા દેવળીયા સહિત મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. શેખ પીપરીયા અને કેરિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જળબંબાકાર જેવી સ્થિતિ થતા લાઠીના ગાગડીયા નદી ઉપર નો ચેકડેમ ઓવર ફલો થયો છે.