લાઠીમાં કેરીયા રોડ ૬૬ કે.વી. સબ સ્ટેશન જવાના રસ્તા પાસેથી પોલીસે ૪ જુગારીને ઝડપી લીધા હતા. અનીલભાઇ હરજીભાઇ ચૌહાણ, ઇમરાનભાઇ યાસીનભાઇ કુરેશી, હિંમતભાઇ કાળુભાઇ જાદવ તથા અક્ષયભાઇ લાલજીભાઇ ચૌહાણ ગંજીપતાના પાના તેમજ પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ.૪૨૨૦ ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા.