દિવાળી દરમિયાન સુરતથી અનેક લોકો લાઠીમાં વતન આવ્યા છે. લાઠીમાંથી સુરતના ચાર ઇસમો સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમતાં ઝડપાયા હતા. પોલીસે હાર્દિકભાઈ ડાયાણી, સંજયભાઈ ડાયાણી, જીગ્નેશભાઈ ડાયાણી, પંકજભાઈ ડાયાણી સ્ટ્રીટલાઇટના અજવાળા નીચે કુંડાળું વળીને જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતાં ઝડપાયા હતા. તેમની પાસેથી રૂ. ૧૦,૬૭૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.પી. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.