લાઠીમાંથી પોલીસે એક સુરતી સહિત ચાર જુગારીને રોકડા ૧૦,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્‌યા હતા. લાઠી ચાવંડ રોડ પર આવેલી એવરેસ્ટ જીનની બાજુમાં આવેલી વાડીમાં જવાના ખુલ્લા રસ્તા પાસેથી રમેશભાઇ મેપાભાઇ સોંદરવા, પરેશભાઇ પ્રાણજીવનભાઇ ચાવડાગોર, નરેશભાઇ બચુભાઇ વામજા તથા રાજેશભાઇ વશરામભાઇ કસોદરીયા ગંજીપત્તાના પાના તેમજ પૈસાથી તીનપત્તીનો હારજીતનો રમી જુગાર રમતાં રોકડા ૧૦,૪૬૦ સાથે રેઈડ દરમિયાન પકડાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે. કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.