લાઠીની સરકારી કન્યા શાળામાં ડો. સી.વી. રામનની યાદમાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રયોગોનું –
કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. આ પ્રદર્શનમાં ૩ડી શો, ટેલિસ્કોપ, માઈક્રોસ્કોપ, રોબોટીક્સ, ૪ વ્હીકલ ગીયર મોડેલ જેવા વૈજ્ઞાનિક ઉપકરણો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ વિજ્ઞાન પ્રદર્શનનો શુભારંભ લાઠી તાલુકાના ટી.પી.ઈ.ઓ અજયભાઈ જાષીના હસ્તે કરવામાં આવ્યો હતો. શૈક્ષિક મહાસંઘ-અમરેલી જિલ્લાના અધ્યક્ષ વિજયભાઈ મકવાણા, આચાર્ય આશિષભાઈ જાની વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા વિજ્ઞાન શિક્ષક મનિષભાઈ ગોહિલ તેમજ જયભાઈ વાઘેલા તેમજ કન્યા શાળા લાઠી તથા શાળા પરિવારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું.