લાઠીની પી.એમ. શંકર વિદ્યાલય ખાતે ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી જેમનું સન્માન શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દુલાભાઈ શંકર, ઘનશ્યામભાઈ શંકર તથા તુલસીભાઈ શંકર દ્વારા કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન દુલાભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિને લગતી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિવમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કે જેમને ગ્રીનમેનનું બિરુદ મળ્યું છે તેવા ઘનશ્યામભાઈ શંકરે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, વેપારીઓ તથા વાલી ઉપસ્થિત રહ્યા હતા.








































