લાઠીની તાલુકા શાળા ખાતે ગુરૂવારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ મધુભાઈ નવાપરાના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. લાઠી શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ સોનીએ મહેમાનોને આવકારીને જણાવેલ કે, શિક્ષણ એ જીવનનો આધાર છે. બાળપણમાં મળેલું સંસ્કારીત શિક્ષણ જીવનના દરેક પડાવને સફળ બનાવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવથી શિક્ષણને નવી દિશા મળી છે. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ બાબુભાઈ ધોળકિયા, નગરસેવક વિનુભાઈ ભાતિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ નવાપરા, મુકેશભાઈ મેતલીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.