લાઠીની ગાગડીયા નદીમાં ગાંડી વેલના સામ્રાજ્યના કારણે લોકો કચરો ફેંકી જાય છે તે એક જ સ્થળે પડ્યો રહે છે અને ગંદકીના ગંજ થતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. એક તરફ હાલમાં મચ્છરજન્ય રોગોએ માથું ઉંચક્યું છે ત્યારે બીજી તરફ આ પ્રકારની બેદરકારીના કારણે રોગચાળો વધુ વકરે તેવી દહેશત છે. રોડ પરથી પસાર થતા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે.
ગાંડી વેલના કારણે અનેક મુંગા પશુઓ પણ ફસાઇ જાય છે. તેમ છતાં પાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. આ અંગે પાલિકાના સત્તાધિશો દ્વારા ધ્યાન આપી ગાંડી વેલ હટાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.