લાઠીના હરસુરપુર દેવળીયા ગામેથી પોલીસે છ જુગારીને રોકડા ૧૫૨૬૦ સાથે ઝડપી પાડ્‌યા હતા. રમેશભાઇ લાધાભાઇ ધામેચા, રમેશભાઇ હરીભાઇ જંજવાડીયા, સાગર મગનભાઇ પંચાસરા, માધવ મેરામભાઇ ચોસલા, ઉમેશભાઇ બાબુભાઇ ડસુકવાડીયા તથા કીરીટ ભીખાભાઇ ધામેચા જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૫૨૬૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.બી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.