લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામે એક યુવકની પત્ની સાથે બોલાચાલી, ઝપાઝપી થઈ હતી. જે બાદ તેનું ટી શર્ટ પકડી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે કાળુભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૩૦)એ ભાવીન હકાભાઈ નાગલા, વંદનાબેન હકાભાઈ નાગલા તથા રીંકલબેન ભાવીનભાઈ નાગલા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપી પોતાના ઘર પાસે આવેલા બજારમાં જતાં તેમના પત્ની સાથે આરોપી વંદનાબેન અને રીંકલબેન બોલાચાલી કરતા હતા. ઉપરાંત તેમના પત્ની ને જેમ ફાવે તેમ ગાળો આપતાં હતા. જેથી તેઓ પત્નીને સમજાવી ઘરે લઈ આવ્યા હતા. જે બાદ તેમની સાથે ઝપાઝપી કરી પછાડી દઈને ટી શર્ટ પકડી ઢસડીને ઈજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.