લાઠીના સત્યા ટ્રાન્સપોર્ટના માલિક સામે સને ૨૦૧૭માં એલ.સી.બી. લાઠી અને ૨૦૧૮માં ભાવનગર આર.આર. સેલ દ્વારા ટ્રાન્સપોર્ટમાં લઈ જવામાં આવતો જથ્થો પકડાતા મામલતદાર લાઠી દ્વારા ‘આવશ્યક ચીજ-વસ્તુ ધારા’ હેઠળ કેસ નોંધાયા હતા. બંને કેસ ન્યાયાલયમાં ચાલી રહ્યા હતા. તાજેતરમાં લાઠીના માનનીય ન્યાયાધીશે વિગતવાર સુનાવણી બાદ સત્યા ટ્રાન્સપોર્ટના માલિકને નિર્દોષ જાહેર કરતાં છોડી મુક્યા છે. આ કેસમાં આરોપી પક્ષે એડવોકેટ આર.સી. દવે અને હરેશભાઈ પઢારીયા વકીલ તરીકે હાજર રહ્યા હતા.







































