લાઠીના શાખપુર ગામે રહેતા એક યુવકને તેના પિતાએ નવી મોટર સાયકલ લેવાની ના પાડી હતી. જેથી મનમાં લાગી આવતાં પોતાની મેળે ગળાફાંસો ખાઇ લેતા મરણ પામ્યો હતો. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના ભાભરા તાલુકાના ઘોઘદરા ફળીયુના રહેવાસી અને હાલ લાઠીના શાખપુર ગામે રહેતા શંકરભાઈ વેસુભાઈ સાંગાણી (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર રાહુલ (ઉ.વ.૧૮)ને નવી મોટર સાયકલ લેવી હતી. જેથી તેમણે નવી મોટર સાયકલ લેવાની ના પાડતાં મનમાં લાગી આવ્યું હતું અને ગળાફાંસો ખાઇ લીધો હતો. જેના કારણે તેમનું મોત થયું હતું. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.વી.મજીઠીયા વધુ તપાસ કરી રહ્યા છે.