લાઠીના શાખપુર ગામે સીમમાં રહેતી એક પરપ્રાંતીય સગીરાને યુવક બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. બનાવ અંગે મધ્યપ્રદેશના આંબવા તાલુકાના એક ગામના અને હાલ શાખપુર ગામની સીમમાં વાડીએ રહેતા સગીરાના પિતાએ તેમના જ રાજ્યના
અલીરાજપુર જિલ્લાના કઠવાડા તાલુકાના ગુડા, ભીલફળીયા ગામના હીરો કાળીયાભાઈ બીલવાયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેમની સગીર પુત્રીને લલચાવી-ફોસલાવી, બદકામ કરવાના ઇરાદે તેમના વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો. દામનગર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.વાય. રાવલ વધુ તપાસ કરી રહ્યા છે.