લાઠી પંથકના લુવારીયા ગામે પુત્રએ માતાને જમીન નામે કરવાનું કહેતા માતાએ અન્ય દીકરા-દીકરીના નામે થશે ત્યારે જમીન તારા નામે થશે તેમ કહેતા પુત્રને સારું નહોતું લાગ્યું અને માતાને લાકડી વડે ફટકારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રમજુબેન મંગળુભાઇ ખુમાણ (ઉ.વ.૬૦)એ પુત્ર પ્રતાપભાઇ મંગળુભાઇ ખુમાણ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, પુત્રએ માતાને વિઘા જમીન પોતાના નામે કરવાનું કહેતા માતાએ જ્યારે દીકરો શીવરાજભાઇ તથા દીકરી ગીતાબેનના નામે જમીન થશે ત્યારે જમીન તારા નામે થશે તેમ કહ્યું હતું. જેથી તેને સારૂ નહીં લાગતા જેમ ફાવે તેમ ગાળો આપી કપાસની મુળીયાવાળી સાઠીની લાકડીથી શરીરે આડેધડ માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.