લાઠી તાલુકાના રામપર રણુજા આશ્રમ ખાતે રાષ્ટ્ર વંદના મંચ દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ધર્મસભામાં રાષ્ટ્ર વંદના મંચના પ્રમુખ પૂર્વ આઈપીએસ ડી.જી.વણઝારાએ મનનિય વક્તવ્ય આપ્યુ હતું. આ કાર્યક્રમમાં અલ્કેશ બાપુ, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રમુખ ગોપાલભાઈ ભુવા, અમરેલી શહેર પ્રમુખ ઉદયગીરીબાપુ સહિત રાષ્ટ્ર વંદના મંચના હોદ્દેદારો હાજર રહ્યાં હતા.