લાઠી તાલુકાના રામપર ગામે ફરજ બજાવી રહેલા એક GRDના સભ્ય પર ત્રણ શખ્સોએ લાકડીઓ વડે હિંસક હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. મારી નોકરી કૂતરા ભગાડવાની નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ માથામાં લાકડીનો ઘા ઝીંકી ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે
ભરતભાઇ મધુભાઇ મકવાણા (ઉ.વ.૪૦) એ ભાસ્કરભાઇ વિજયભાઇ મેર, જયદીપભાઇ વિજયભાઇ મેર તથા વેલજીભાઇ ઉફે વિજયભાઇ મેપાભાઇ મેર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે તા. ૦૬/૦૩/૨૦૨૬ની રાત્રે રામપર ગામે બાપા સીતારામની મઢી પાસે તેઓ GRD સભ્ય પોતાની ફરજ પર હતા. રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે શેરીમાં કૂતરાઓ ભસતા હોવાથી ભાસ્કરભાઈ મેર લાકડી લઈને ઘરેથી બહાર આવ્યા હતા અને તેમને કૂતરા ભગાડવા માટે દબાણ કર્યું હતું. જ્યારે તેમણે કહ્યું કે, મારી નોકરી કૂતરા ભગાડવાની નથી ત્યારે મામલો બિચક્યો હતો.
આરોપીઓએ તેમને ગાળો આપી, ખભા પર લાકડીનો ઘા ઝીંક્યો હતો. ત્યારબાદ, તને પતાવી દેવો છે તેમ કહી માથામાં લાકડીનો જોરદાર ફટકો મારતા ફરિયાદીને ૪ ટાંકા આવ્યા હતા.