લાઠીના મતીરાળા ગામે રોડ પર અચાનક ભુંડ આડું ઉતરતા ફોરવ્હીલ ચાલકે સંતુલન ગુમાવતાં ખાનગી બસ સાથે અથડાઇ હતી. જોકે કોઇ જાનહાનિ થઈ નહોતી. બનાવ અંગે ભુપેન્દ્રભાઈ બચુભાઈ બગડા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, તેઓ અમરેલી સિંચાઇ વિભાગમાં આઉટસોર્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. અમદાવાદથી પરત અમરેલી આવતા હતા તે દરમિયાન ચાવંડ ગામેથી આશરે એક કિલોમીટર દૂર અમરેલી તરફ પહોંચતા પોતાના હવાલાવાળી મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ કાર જેના રજી.નં.ય્ત્ન-૧૮-ય્મ્-૨૫૩૪ ની આગળ અચાનક રોડ પર ભુંડ આવતા કારને તારવવા ગયા હતા. આ સમયે તેમની કાર સામેથી આવતી હરીધામ ટ્રાવેલ્સની રજી નં.ય્ત્ન-૦૫-ઝ્રઉ-૯૦૯૩ ના આગળના ભાગે ભટકાતા શરીરે ઇજાઓ થઈ હતી.