રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી ૧૦૦ દિવસ ટીબી નિદાન ઝુંબેશના ભાગરૂપે લાઠી તાલુકાના મતિરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિજિટલ એક્સ-રે કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન ટીબીના શંકાસ્પદ લક્ષણો ધરાવતા તેમજ જોખમી ચિહ્નો જોવા મળેલા કુલ ૯૨ લાભાર્થીઓના છાતીના ડિજિટલ એક્સ-રે કરવામાં આવ્યા હતા. હેન્ડ હેલ્ડ ડિજિટલ એક્સ-રે મશીનની મદદથી સ્થળ પર જ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરી જરૂરી સલાહ અને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પનો મુખ્ય હેતુ મતિરાળા સહિત કેરાળા, અલીઉદેપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આધુનિક આરોગ્ય સેવા ગામ નજીક જ ઉપલબ્ધ કરાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન લાઠીના ડો. આર. આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ ડો. હરિવદન પરમાર, ધર્મેશ વાળા, નિમેશ મેશીયા તથા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું. કેમ્પને ગ્રામજનો તરફથી સારો પ્રતિસાદ પણ મળ્યો હતો.