લાઠી તાલુકાના મતિરાળા ગામે વીર સપૂતોનો સન્માન સમારોહ યોજાયો હતો. ભારત માતાની સેવા માટે ભારતીય સેનામાં સેવા આપનારનો સન્માન સમારોહ કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા, કૌશિકભાઈ વેકરીયા, અશ્વિનભાઈ સાવલીયા, જનકભાઈ તળાવીયા, જીતુભાઈ ડેર, હિંમતભાઈ દેત્રોજા સહિતનાઓની હાજરીમાં યોજાયો હતો.