લાઠી તાલુકામાં આવેલ પ્રસિદ્ધ ભૂરખીયા હનુમાનજી મંદિરે તાજેતરમાં ૯૭મા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત રમાબેન અનિલભાઈ પારેખ પરિવારના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી), મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે આ માનવતાવાદી કાર્ય સંપન્ન થયું હતું. કેમ્પ દરમિયાન કુલ ૧૦૦ જરૂરિયાતમંદ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે જે ૪૪ દર્દીઓને મોતિયાની તકલીફ જણાઈ હતી, તેઓને વધુ સારવાર અને વિનામૂલ્યે ઓપરેશન અર્થે ખાસ વ્યવસ્થા દ્વારા અમરેલી ખાતે લઈ જવામાં આવ્યા હતા.









































