લાઠીના ભુરખીયા ગામે રહેતા એક યુવકને રસ્તામાં ચાલવાની ના પાડીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે મુકેશભાઈ મનજીભાઈ વાણીયાએ અનીલભાઇ જગદીશભાઇ ગોહિલ, સેજલબેન અનીલભાઇ ગોહિલ, ચંપાબેન નકુભાઇ વછાણી, ચંદ્રીકાબેન જગદીશભાઇ ગોહિલ, ભુરાભાઇ કલાભાઇ વછાણી, લાલજીભાઇ ભુરાભાઇ વછાણી, બીપીનભાઇ ભુરાભાઇ વછાણી તથા હંસાબેન ભુરાભાઇ વછાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ઘરની બાજુમાં રહેતા અનીલભાઈ ગોહિલ નવું મકાન બનાવતા હતા. તેમના મકાનની સામે બજારમાં તેમના ઘરની ડેલી પડતી હતી. જે શેરીમાંથી તેઓ તથા તેના પરિવારના સભ્યો ચાલતા હોવાથી આ વાત ગમતી ન હોવાથી બેફામ ગાળો આપી હતી. તેમને તથા તેના પરિવારના સભ્યોને ઘરની પાસે આવેલ જાહેર જગ્યામાં ચાલવાની ના પાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી