લાઠી તાલુકાના ભીંગરાડ ગામે વડીલો માટે શરૂ થયેલ ‘આપણું ઘર’ની ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મુલાકાત લીધી હતી. વૃધ્ધ વડીલો માટે પૌષ્ટિક આહાર મળી રહે તે માટે આ સેવા શરૂ કરવામાં આવી છે. આવી સુંદર સેવાકિય પ્રવૃતિ કરવા બદલ ધારાસભ્યએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે કોંગી અગ્રણી આંબાભાઈ કાકડીયા, સરપંચ કાળુભાઈ લાઠીયા સહિતનાઓ હાજર રહ્યાં હતા.