લાઠીના ભીંગરાડ ગામેથી પોલીસે ત્રણ ઈસમોને જુગાર રમતાં ઝડપી પાડ્‌યા હતા. ભીગરાડ ગામથી ઇંગોરાળા ગામના જુના માર્ગ વેણકીના નાળા પાસે જાહેરમાં જુગાર રમતાં માવજીભાઇ મુળજીભાઇ ગોહિલ (ઉ.વ.૪૫), જેન્તીભાઇ મેઘજીભાઇ સોંલકી (ઉ.વ.૪૩) તથા પ્રવિણભાઇ સવજીભાઇ પરમાર (ઉ.વ.૩૫) રેઇડ દરમ્યાન ગંજીપતાના પાના તથા રોકડા રૂ.૩૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ. ખેર વધુ તપાસ કરી રહ્યા છે.