લાઠીના ભાલવાવ ગામે રહેતી એક યુવતી ઘરેથી ચાલી નીકળી હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે રેખાબેન મોહનભાઈ ગોહીલ (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી સેજલબેન (ઉ.વ.૧૯) ઘરેથી કોઈને જાણ કર્યા વગર પોતાની મેળે ક્યાંક જતી રહી હતી અને આજ સુધી તપાસ કરવા છતાં મળી આવી નહોતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર.ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.