લાઠી કલાપી નગરમાં સાધુ સમાજમાંથી રામપંથી જયરાજભાઈ અને શિવપંથી મનુપરિ બાપુ દુઃખભંજન મહાદેવ મંદિરમાંથી બંને જણા લાઠીથી અયોધ્યા રામલ્લાના દર્શન માટે ૧૬૦૦ ા.દ્બ પદયાત્રા કરી પરત લાઠી મુકામે પધાર્યા હતા. તેમનું સામૈયું કરી લાઠીના નગરજનોએ ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માનિત કરીને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે વેપારી મંડળના પ્રમુખ મેઘાભાઈ ડાંગર અને લાઠીના ભાજપ અગ્રણી રાજુભાઈ ભૂવા, લાઠીના મોબાઈલ એસોસિએશનના પ્રમુખ સુધીરભાઈ રાણપુરાએ હાજરી આપી હતી. પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાન ૧૪ વર્ષનો વનવાસ કરીને જ્યારે અયોધ્યા મુકામે પધાર્યા હતા, તેવો જ આનંદ અને ઉલ્લાસ લાઠીમાં જાવા મળતો હતો.