લાઠી તાલુકાના પીપળવા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ ભરતભાઇ સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવીયાએ ઉપસ્થિત રહી પક્ષના વિકાસલક્ષી કાર્યોની રજૂઆત કરી હતી. આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી યોજાયેલી આ સભામાં ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન આપવા અપીલ કરવામાં આવી હતી. નેતાઓએ છેલ્લા વર્ષોમાં માર્ગ, પાણી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે થયેલા પરિવર્તનને ગણાવતા આ વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખવા ભાજપને જીતાડવા અનિવાર્ય ગણાવ્યું હતું.










































