લાઠી તાલુકાનું પીપળવા ગામ વિકાસ માટે પગલાં ભરી રહ્યું છે. એક જૂની છાપ ધરાવતા ગામડાએ વિકાસ તરફ હરણફાળ ભરી છે. આ નાનકડા ગામમાં થોડા સમયની અંદર જ અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે. તો તેજ ગતિથી હજુ પણ અનેક ગામો થઇ રહ્યા છે. આ ગામના લોકોને પોતાનું ગામ અન્ય લોકો માટે આદર્શ રૂપ બને અને લોકો પણ અને ખાસ કરીને સુરત જેવા શહેરોમાં વસતા ગામના તેમજ આસપાસના લોકોને પણ ગામડામાં આવી અને અહીં જ રોકાઈ જવાનું મન થઇ જાય તેવું ગામમાં લોકો ઈચ્છી રહ્યા છે. આ ગામમાં ગામલોકોના સહકારથી તેમજ બહાર વસતા ઠુમ્મર પરિવારના દાતાઓના સહકારથી ગામમાં ભવ્ય શોભા વધારતા મુખ્ય પ્રવેશ દ્વારો બનાવવામાં આવ્યા છે. ઢસા કે લાઠી તરફથી પસાર થતા જ આ દ્વાર ગામની શોભા વધારી રહ્યા છે. ગામનું મોક્ષધામ જેમાં પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ ઉપરાંત રથ તેમજ ગામમાં પૂરતી દવાખાનાઓની સુવિધાઓ ન હતી ત્યારે ગામના લોકોને હેરાનગતિથી મુક્ત કરવા માટે આરોગ્ય કેન્દ્ર પણ દાતાઓના સહયોગથી શરુ કરવામાં આવ્યા છે. તો ટિફિનની સુવિધા પણ નિઃશુલ્ક રીતે પુરી પાડવામાં આવી રહી છે જેનો લાભ વૃદ્ધો અને એકલવાયું જીવન જીવતા લોકો લઇ રહ્યા છે. તો ગાયોને નબળા વર્ષમાં ઘાસચારો પણ દાતાઓ દ્વારા આપવામાં આવી રહ્યો છે. અહીં ગામમાં લોકો અને ખેડૂતોને પાણી માટે કોઈ તકલીફ ન પડે તે માટે દાતાઓના સહકારથી વહી જતા પાણીને રોકવા માટે ૨૦ થી ૨૫ ડેમોને ઊંડા કરી અંદાજે ૧૬ એકર જમીનમાં આંબરડી સુધી નદીના પટમાં ભવ્ય સરોવરો બનાવવામાં આવી રહ્યા છે.તેમાં જેસીબી, હીટાચી સહિતના મશીનો રાત દિવસ ધમધમી રહ્યા છે. ગામના સુરત ખાતે રહેતા વતનપ્રેમી દાતાઓએ છેલ્લા ૧ વર્ષમાં ૫ હજાર જેટલા વૃક્ષ વાવવામાં આવ્યા છે અને ટેક લીધી છે કે ગામમાં વર્ષો સુધી વૃક્ષોનું વાવેતર અને તેની સંભાળ રાખવામાં આવશે અને ગામમાં હરિયાળી અને જળક્રાંતિ સર્જવામાં આવશે.તો ગામમાં પાણીના તળ ઉંચા આવશે તેમજ અનેક વિકાસના કામ કરવામાં આવી રહ્યા છે જેથી ગામ પર્યટક સ્થળ તરીકે જોવા મળશે.