લાઠીના નારાયણનગર ગામે એક યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. બનાવ અંગે વિશાલ લાભુભાઈ ભટ્ટી (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ તન્વીબેન નીતીનભાઈ ભટ્ટીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.વી. મજેઠીયા વધુ તપાસ કરી રહ્યા છે. લાઠીના મતીરાળા ગામના અને હાલ અમરેલી રહેતા જયસુખભાઈ કાનજીભાઈ આદ્રોજા (ઉ.વ.૫૪)એ જાહેર કર્યા મુજબ, મતીરાળા ગામ રહેતા તેમના ભાઈ રતિલાલ કાનજીભાઈ આદ્રોજા (ઉ.વ.૫૧)ને છાતીમાં ખૂબ જ ગભરામણ અને ગેસ થતાં સારવારમાં લઈ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવારમાં મોત થયું હતું. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિકુંજભાઈ ગોરધનભાઈ લુખી વધુ તપાસ કરી રહ્યા છે.







































