મૂળ સુરત અને હાલ લાઠીના નાના રાજકોટ ગામે રહેતી એક પરિણીતા ઘરેથી લાઠી દવાખાને દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરત ફરી નહોતી. આ અંગે વિજયભાઈ ગોપાલભાઈ નાવડીયા (ઉ.વ.૩૬)એ જાહેર કર્યા મુજબ, તેમની પત્ની ચકુબેન ચાર દિવસ પહેલા સાંજે ઘરેથી લાઠી દવાખાને દવા લેવા જવાનું કહી નીકળ્યા બાદ ગુમ થઈ હતી.