લાઠી પંથકમાં અકસ્માતે મોતની બે ઘટના બની હતી. દહીંથરા ગામે રહેતા કેતનભાઈ મનસુખભાઈ સુતરીયા (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા મનસુખભાઈ મકોડભાઈ સુતરીયા (ઉ.વ.૫૫) વાડીમાં લગાવેલા ઝટકા મશીનના વાયર પર પડી જતાં બંને પગે ઈલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેથી ગંભીર ઈજા થવાથી મરણ પામ્યા હતા. લાઠીના ધામેલ ગામે રહેતા અરવિંદભાઈ કાળુભાઈ ભલગામા (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ, દર્શિતભાઈ ભનુભાઈ ભલગામા (ઉ.વ.૨૨) કોઈ નોકરી ન મળતાં કંટાળી જઈ દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતાં મરણ પામ્યો હતો.
દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી બંને કેસની વધુ તપાસ કરી રહ્યા છે. બાબરાના ખંભાળા ગામે યુવકે અગમ્ય કારણોસર ઘાસમાં છાંટવાની દવા ગટગટાવી હતી.